નખત્રાણા તાલુકાનાં રવાપર ખાતેથી 12 બોટલ દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નખત્રાણા તાલુકાના રવાપર ખાતેથી દારૂની 12 બોટલ સાથે ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં નખત્રાણા પોલીસની ટીમ ઘડાણી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.ત્યારે બાતમીના આધારે જાફર આમદ ભજીર (રહે. રવાપર, તા. નખત્રાણા)ને દારૂની 12 બોટલ કિંમત રૂ. 4,200 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.