વઢવાણ ચંદનચોક નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ટ નાબુદ કરવા તેમજ પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ અન્વયે પીએસઆઈ ડી ડી ચુડાસમા , પો.હે.કો. પ્રધુમનસિંહ ગંભીરસિંહ, રવિન્દ્રસિંહ જેમુભા, પ્રદીપભાઈ કનુભાઈ, જયપાલસિંહ સહિત ટીમને મળેલ બાતમી આધારે ના પોલીસ અધિકારી સુરેન્દ્રનગર ડિવિઝન નાઓનું જુગાર ધારા કલમ મુજબ આરોપી જાનીશાર મહેમુદભાઈ જોગણી વઢવાણ વાળાના રહેણાંક મકાને જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સો જાનીશાર મહેમુદભાઈ જોગણી, અનવરભાઈ ઉર્ફે મહંમદહનીફ ઉર્ફે અની અબ્દુલભાઈ મીણાપરા, યુનુસભાઈ અહેમદભાઈ બાવળીયા, ફકીરમહમદ હુસેનભાઈ જાંગડમ સાદીકભાઈ અબ્બાસભાઈ જરગેલા, નામ જુશબભાઈ આદમભાઇ કોઢિયા, નજીરભાઈ યાકુબભાઈ જરગેલા વાળાને રોકડ રૂ.16,230 તથા મોબાઈલ નંગ 6 કિંમત રૂ. 16,000 તથા મોટરસાયકલ નંગ 1 કિંમત રૂ.25,000 એમ કુલ મળીને રૂ.57,230 ના મુદામાલ સાથે ઝડપી પાડી સાતેય શખ્સો વિરૂધ્ધમાં ધોરણસરની તપાસ હાથ ધરી છે.