સુખપર નજીક બાઇક સ્લીપ થઈ જતાં ચાલકનું મૃત્યુ

ભચાઉ તાલુકાનાં સુખપર નજીક બાઇક સ્લીપ થઈ જતાં ચાલકને મૃત્યુ નીપજયું હતું. જ્યારે પાછળ બેસેલ યુવાનને ઇજાઓ થઈ હતી. મૂળ પંચમહાલ અને હાલે ભચાઉ તાલુકાના પશુડા સીમમાં વાડીમાં રહેતા સના પારસિંગ ભેદી અને એ જ વાડી પર કામ કરતાં રામા વીરસંગ કટારા જેઓ બંને મોટરસાયકલ પર રાશન લેવા જતાં હતા. રાશન લઈને બંને પરત ફરતા હતા. ત્યારે બાઇક ચાલક રામા કટારાએ એકાએક બ્રેક મારતા બાઈલ સ્લીપ થઈ ગયું હતું. જેમાં રામાને અને સનાને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રામાનું મૃત્યુ થઈ જતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.