ભગવતીપરામાંથી વિદેશી શરાબની 84 બોટલ સાથે એક સાગરીત ઝડપાયો

રાજકોટ, ભગવતીપરાના જયપ્રકાશનગર શેરી નં.10માં રહેતા ગોરધન ઉર્ફે ગોધીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબની 84 બોટલ સાથે બીડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લીધો હતો. દરોડાની વધુ વિગત મુજબ બીડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. કોડીયાતર તેની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ હેમેન્દ્રભાઈ વાઘીયા અને પરેશભાઈ સોઠીયાને મળેલ ચોકકસ બાતમીના આધારે ભગવતીપરામાં આવેલ જયપ્રકાશનગર શેરીનં.10માં રહેતા ગોરધન ઉર્ફે ગોધીયો આલા દાદડા (ઉ.વ.42)ના મકાનમાં શરાબ ઉતારતી સમયે દરોડો પાડતા વિદેશી શરાબની 42 બોટલ રૂ.42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ગોરધન ઉર્ફે ગોધીયાને ઝડપીને આરોપી વિદેશી શરાબ કર્યા સપ્લાયર પાસેથી લઈ આવેલ તે અંગે બીડીવીઝન પોલીસે વધું પુછપરછ હાથ ધરી હતી.