ભુજમાં દુકાનનાં શટરનાં તાળાં તોડી રાત વચ્ચે 27 હજારની તસ્કરી

ભુજ શહેરમાં ભુજિયા રિંગરોડ પાસે રામનગરી વિસ્તારમાં કાર્યરત અકબર અભુબખર સુમરાની દુકાનનાં શટરનાં તાળાં તોડી ગતરાત્રિના અરસા દરમ્યાન રૂ. 27 હજારના મુદ્દામાલની તસ્કરી થઇ હતી. આ અંગે નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે દુકાનમાંથી રૂ. નવ હજાર રોકડા, ફ્રિજ અને હોમ થિયેટર સહિતનો મુદ્દામાલ તસ્કરી કરી જવાયો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.