ભચાઉમાં ઇસમે સામાન્ય બાબતે મહિલા ઉપર હુમલો કર્યો

રાપર, ભચાઉમાં ઇસમે સામાન્ય બાબતે મહિલા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે દાખલ થયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ સાંજના અરસામાં બન્યો હતો. આરોપી નિલેશ રાયમલ કોલીએ ફરીયાદી આશાબેન રામજી કોલીને ધોકા વડે માર માર્યો હતો. તેણીને અસ્થિભંગ’ સહીતની ઈજાઓ થઈ હતી. ફરીયાદી મહિલાએ આરોપીના સબંધીને વાડ તોડવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું હતું.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.