કોડેઇન ડ્રગ્સનુ ગેરકાયદેસર રીતે વેચાણ/સંગ્રહ કરતા આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય

બાવળા તાલુકાના બલદાણા ગામે શ્રીજી કલીનીક નામનું દવાખાનું ચલાવતા બી.એ.એમ.એસ.ડૉકટર હરેશભાઇ દુલાભાઇ માણીયા પોતે ડૉકટર તરીકે દવાખાનું ચલાવતા હતા. અને તેની આડમાં નશાકારક કોડેઇન યુકત કફ સીરપની બોટલો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી તેનું અનઅધિકૃત રીતે ઉંચા ભાવે પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરતા હોવાની હકીકતના આધારે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.વાળાએ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ તે અનુસંધાને હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઇ રાઠોડ તથા પો.કો. ત્રિલોકકુમાર પોપટલાલ જોષીને ખાનગી અને આધારભુત બાતમી હકીકતના આધારે રેઇડ કરતાં હરેશભાઇ દુલાભાઇ માણીયા(પટેલ) હાલ રહે- ૨૬, સહજાનંદ રેસીડેન્સી વિભાગ-૧ રજોડા રોડ બાવળા જી.-અમદાવાદ મુળ રહે- ઢાંકણકુંડા તા-શિહોર જી.ભાવનગરનાઓ પોતાના ક્લીનીક ઉપર નશાકારક કોડેઇન યુક્ત કફ સીરપની બોટલ નંગ-૨૯ તથા પોતાના રહેણાક મકાન બાવળા ખાતેથી નશાકારક કફ સીરપની બોટલો નંગ-૩૮૦ સાથે કુલ બોટલ નંગ-૪૦૯ કિ.રૂ.૫૯,૭૪૨/- મળી આવેલ મુદ્દામાલ કબજે કરી આ આરોપી વિરુદ્ધ કેરાલા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન માં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર: ગોહેલ સોહિલ કુમાર