વાંકાનેરના જેપુર ગામની સીમમાંથી બિયરનો જથ્થો પકડાયો

78896994-14

વાંકાનેર તાલુકા પોલીસ જેપુર ગામની સીમમાં દરોડો પાડીને સિમેન્ટની કૂંડીમાં સંતાડેલા બિયરની રૂ. ૯,૬૦૦ના ટીન જપ્ત કરી વાડી માલિકની શોધખોળ આદરી છે. તાલુકાના જેપુર ગામની સીમમાં દારૂ-બિયરનો જથ્થો પડ્યો હોવાની વાંકાનેર પોલિસને બાતમી મળી હતી. દરમિયાન પોલીસ બાતમી વાલી જગ્યાએ દરોડો પાડતા રૂ.૯,૬૦૦ ની કિમતના ૯૬ બીયરના ટીન વાડીમાં , સિમેન્ટની કૂંડીમાંથી મળી આવ્યું હતા. તપાસ દરમિયાન વાડી અનિલ ઉર્ફે અરવિંદ જેસ બાવરિયા(રહે. રૂપાવટી , તા. વાંકાનેર)ની હોવાનું બહાર આવતા પોલીસ તેમની શોધખોળ આદરી છે.