ડભોઇ વેગા ત્રિભેટ પાસેથી નાસતો ફરતો શખ્સ પકડાયો

ડભોઇ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ જુગાર અને પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ હતી. જેમાં ડભોઇના વેગા ત્રિભેટ પાસે ઉભેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને બાતમીના આધારે ફર્લો સ્કવોડે પકડી પાડી કાયદેસરની તપાસ કરી ડભોઇ પોલીસને સુપરત કર્યો હતો. ડભોઇ પોલીસ મથકમાં 2021 માં વિદેશીદારૂનો જથ્થો ઝડપાયેલ જે ગુનામા ભાગેડુ જાહેર થયેલ આરોપી કમલેશ ઉર્ફે ચકલી દિનેશભાઇ રાજપૂત (રહે.28,ઉકાજીનુ વાડીયુ, હરીયાલી હોટલની પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા) ડભોઇ વેગા ત્રિભેટ પાસે ઉભેલ હોવાની બાતમી મળતાં કામગીરીમાં નિકળેલ ફર્લો સ્કવોડે વેગા પાસેથી ચકલીને પકડી જરૂરી કાર્યવાહી કરી હતી. બાદમાં ડભોઇ પોલીસને સુપરત કરાતાં શખ્સને કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.