અંજારમાં વરલી મટકનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

અંજારમાં વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ રૂ.1,530 ની રોકડ સાથે પકડી પાડ્યો છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર અંજારની લક્ષ્મી ટોકીઝ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શેખટીંબા વિસ્તારમાં રહેતો 37 વર્ષીય ઇબ્રાહીમ લાલમામદ સુરંગીને પોલીસે દરોડા દરમ્યાન રૂ.1,530 ની રોકડ સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી કાગળ, બોલપેન સહિતના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.