બોટાદના જયાનગરમાં જુગાર રમતા 6 સાગરીતો પકડાયા

બોટાદમાં અળવ પર આવેલ જયાનગરમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી છ સાગરીતોને રૂ.12,510ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્ટાફના અશોકભાઈ મકવાણા, અરવિંદભાઈ મકવાણા, ગોકુળભાઈ ઉલવા, ભાવેશભાઈ શાહ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બપોરના અરસામાં બોટાદમાં અળવ રોડ ઉપર આવેલ જયાનગરમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં પૈસાની હાર-જીતનો ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂ.12,510 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે અબ્દુલકાદર ઉર્ફે કાદર ગફાર ખંભાતી, અમીન ઉર્ફે કાળો સુરતાન તળાજીયા, અફજલ વલ્લી ગઢીયા, ઇકબાલ ઇસ્લામ માંકડ, કરીમ સુલતાન નાથાણી અને સુરેશ ઉર્ફે ભૂપત ગણેશ મકવાણા તમામ રહે.બોટાદને પકડી પાડી તમામ જુગારીઓ વિરૂદ્ધ બોટાદ પોલીસ મથક ખાતે જુગાર ધારાનો ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.