માળિયામાં કારમાંથી જામગરી બંદુક સાથે એક સાગરીત પકડાયો

માળીયા મિયાંણા પોલીસ વાડા વિસ્તારની રેલવે ફાટકની આગળથી એક સાગરીતને દેશી જામનગરી બંદૂક અને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરી હતી. બંદૂક , કાર મળી રૂ.૧,૦૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ તપાસ શરૂ કરી છે. માળીયા મિયાંણા પોલીસના વનરાજસિંહ ચાવડા અને ભાગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે વાડા રેલવે ફાટકથી આગળ એક ઈસમ પોતાની કારમાં દેશી હથિયાર રાખી બેઠો છે.