જામનગર, સિક્કા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હાનો ફરાર આરોપી પકડાયો

જામનગર, સિક્કા સહિતના પોલીસ ચોપડે ચડેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલ શખ્સને જામનગર એલસીબી પોલીસે જામનગરના શેખપાટ ગામેથી ઝડપી પાડ્યો હતો. જામનગર એલ.સી.બી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસે બાતમી આધારે જામનગર તાલુકાના શેખપાટના ગામ નજીક આવેલ વોટરપાર્ક નજીકથી દોડી જઇ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લખાવેલ પ્રોહી કલમ અને સિકકા પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ મુજબના ઇંગ્લીશ દારૂના ગુનામાં પોલીસને હાથ તાળી આપી ફરાર શખ્સ પ્રવિણભાઇ ઉર્ફે ધ્રુવી લક્ષ્મીકાંત ગજરા (રહે.જામનગર, અંધાશ્રમ આવાસ કોલોની – બ્લોક નંબર -45)ને પકડી પાડ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.