જામનગરમાં વાયુનગરમાં જુગાર રમતા 6 ઇસમો પકડાયા

જામનગરમાં ઢિંચડારોડ વાયુનગરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને સીટી સી ડીવીજન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા બાર હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી જુગારધારાઓ મુજબ તજવીજ કરી હતી. જામનગરમાં દિગ્જામ મિલ પાછળ આવેલ વાયુનગર વિસ્તારમાં સીટી સી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે તીનપતીનો જુગાર રમતા રેણાભાઈ માલદેભાઈ રૂડાચ રહે.વાયુનગર-1 જામનગર, પરબતભાઈ જેઠાભાઈ ભાન રહે.વામ્બે આવાસની પાછળ જામનગર, રમેશભાઈ એભાભાઈ ઘેડીયા રહે.ખોડીયાર કોલોની મયુરનગર જામનગર, હાજીભાઈ અબ્બાસભાઈ પતાણી રહે.વાયુનગર-1 જામનગર, આલાભાઈ હકુભાઈ કંડોરીયા રહે.વાયુનગર-1 જામનગર, લખુભાઈ રણમલભાઈ રાઠોડ રહે.ભીંડાની વાડી પાસે નારણનગર ઢિંચડા રોડ જામનગ, હેમતભાઈ લાખાભાઈ નંદાણીયા રહે.ખોડીયાર કોલોની નિલકમલ સોસાયટી શેરી નં.5 જામનગર વાળા ઇસમોને ઝડપી લીધા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.