ગાંધીધામ મધ્યે નેક્સેસ કલબ પાસે બનેલ લુંટના ગુનાના આરોપીઓ શોધી તથા મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પુર્વ કચ્છ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.ન 0077/2022 ઇ.પી.કો કલમ 392,506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો નેક્સેસ શો-રૂમની પાસે બનેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એચ.કે.હુંબલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી તેઓને સતત માર્ગદર્શન અને સુચના આપી ટેકનિકલ સર્વેલન્સ અને હ્મુમન સોર્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીઓને પકડી પાડી રિકવર કરેલ મુદામાલ રીયલમી કંપનીનો મોબાઈલ કી. રૂ.3,000, એપલ કંપનીનો આઇફોન 7 કી.રૂ.15,000, આરોપીઓએ ગુન્હા કામે ઉપયોગ લીધેલ છરી તથા અગાઉ પકડાયેલ મુદામાલ રોકડ રૂપિયા 2,000, મો.સા. નં જીજે 12 ડીએફ 6087 કી.રૂ.30,000 એમ કુલ રૂ.50,000 ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એચ.કે.હુંબલ નાઓની સુચનાથી પો.સબ.ઇન્સ. ડી.જી.પટેલ તથા એ.એસ.આઈ ગોપાલભાઈ નાગશીભાઈ તથા પો.હેડ.કોન્સ સંજયદાન મનુદાન તથા હિરેન કલ્યાણજી તથા પો.કોન્સ ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ તથા જયદીપસિંહ લખધીરસિંહ તથા જિતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા કિશોરભાઈ રગનાથભાઈ તથા વુ.પો.કોન્સ, મનીષાબેન જયંતિભાઈ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.