જામનગરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ સાગરીતો પકડાયા

જામનગરમાં વામ્બે આવાસમાં બ્લોક નં.14 પાસે જાહેરમાં અમુક મહિલાઓ પુરુષો સાથે જુગાર રમતી હોવાની સીટી સી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઉપરોક્ત સ્થળે મહિલાઓ તથા પૂરૂષ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગાર રમતા આમદભાઇ ઉર્ફે કાકા તૈયબભાઇ ચના, રાણશી કેશુભાઇ સંઘીયા, પુજાબેન દીપકભાઇ રામ સવંતરાય યાદવ, પ્રભાબેન મંગાભાઇ હીરાભાઇ પરમાર, ફરીદાબેન શબ્બીરભાઇ ઇશાકભાઇ ભાયા, ગંગાબેન વસરામભાઇ ચંત્રભુજ ગોરી, શંતાબેન પરસોતમભાઇ કાનજીભાઇ શેઠીયા, હંશાબેન પ્રકાશભાઇ મનસુખભાઇ ગુસાઇ, અંકીતાબેન અમીતભાઇ મગનભાઇ કડીવાડને ઝડપી લીધા હતા. આ તમામના કબજામાંથી પોલીસે રૂપિયા 30,300 ની રોકડ જપ્ત કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.