મહેન્દ્રનગર ચોકડી પાસેથી દારૂ-બીયરના જથ્થા સાથે ૨ શખ્સો ઝડપાયા

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ઘૂંટુ તરફથી આવતા રસ્તે બે પલ્સર બાઇક સવારોને દારૂની ૧ અને બીયરના ૮ ટીન સાથે ઝડપી પાડી સિટી બી ડિવિઝન પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગુના શોધવાની વૉચમાં હતો. ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે બે બાઇક સવારોને શંકાસ્પદ હાલતમાં રોકી તલાશી લેવાતા બંને પાસેથી દારૂની એક બોટલ અને બીયરના ૮ ટીન મળી આવ્યા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.