મોરબીના લાતીપ્લોટમાંથી બીયરના બે ટીન સાથે એક સાગરીત પકડાયો

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી પોલીસે બીયરના ૨ ટીન સાથે એક સાગરીતને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નં ૦૮ માંથી અફઝલ ઉર્ફે જલો અનવર પાયક રહે મોરબી જોન્સનગર વાળા સાગરીતને બીયર નંગ ૦૨ કિંમત રૂ.૨૦૦ સાથે પકડી પાડીને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ હાથ ધરી છે.