નવાઢુવા ગામે રિક્ષાચાલકે બાઈકચાલકને ઓવરટેક કરવા બાબતે પાઇપ વડે માર માર્યો 
copy image

વાંકાનેર તાલુકાની હદમાં આવતા નવાઢુવા ગામે રહેતા ગોપાલભાઈ જીવાભાઈ ડાભી કોળી (ઉંમર 21) પોતાનું બાઇક લઇને માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે 36 યુ 5244 ના ચાલતું વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા રહે માટેલની રિક્ષાનો તેને ઓવરટેક કર્યો હતો. જેથી રિક્ષાચાલકે પાઇપ વડે માર માર્યો હતો. તાલુકા પોલીસ મથક ખાતે રિક્ષાચાલક વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા સામે ફરીયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.