રતનાલમાથી ૨.૨૫ લાખની જીપકાર કોઈ શખ્સો ચોરી ગયા.

ગાંધીધામ,તા. ૫ : અંજાર તાલુકાનાં રતનાલ ગામમાં ઘર પાસે પાર્ક કરેલી રૂ. ૨.૨૫ /-લાખની બોલેરોની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરીને છુ થઈ ગયા. રતનાલમાં રહેતા નવગણ વેલજી વરચંદએ ચોરીના આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાના ઘર પાસે બોલેરો કેમ્પર નંબર જીજે ૧૦ ડબલ્યુ ૪૮૦૯ કિમત રૂ. ૨.૨૫ લાખ વાળી પાર્ક કરી રાખી હતી તેવામાં ગત રાત્રિ દરમ્યાન શખ્સો ગમે તે રીતે આ બોલેરોને ચાલુ કરી તેને હંકારી તેની લૂટ કરીને લઈ ગયા હતા. આ અગાઉ ગાંધીધામ, આદિપૂર, ભચાઉ, સામખિયાળીમાં થયેલી બોલેરો ચોરીના ભેદ હજુ ઉકેલાયા નથી તેવામાં વધુ એક લૂટનો બનાવ બનતા પોલીસ દોડદામ મચી ગઈ હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *