વરાડીયામાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો પોલીસના દરોડા દરમ્યાન ઝડપાયો.

ભુજ તા. ૫ : અબડાસાના વરાડીયા ગામે એક મકાનમા ચાલતી જુગારની પ્રવૃતિ જાણકારીના આધારે રેઇડ પાડીને પોલીસે ઝડપી પાડી હતી. આ કામગીરી અંતર્ગત સંચાલક સહિતના પાંચ શખ્સોને રૂ. ૧૩,૯૦૦ /-ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. કોઠારા પોલીસ મથકની ટીમે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ગતરાત્રે વરાડીયા ગામે જાણકારી અન્વયે ગોવિંદ દેવા સીજુના ઘર ઉપર આ દરોડો પાડ્યો હતો. જેમા ઘરના માલિક ઉપરાંત વરાડીયા ગામના જ સુલેમાન હસણ મંધરા, મજીદ સુમાર ભઠ્ઠી, અબ્દુલ કરીમ રમજુ બકાલી અને ઇશાક આમદ મંઘરાને ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમવાના આરોપસર ઝડપી લેવાયા હતા. પોલીસે જણાવ્યુ હતું કે, શખ્સો પાસેથી રૂ. ૧૩,૯૦૦ ની રોકડ કબ્જે કરવામાં આવી હતી અને તેમની સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો હતો. આ જુગારધામનો સંચાલક એવો મકાનમાલિક ગોવિંદ સીજું બહારથી શખ્સો બોલાવી તેમની પાસેથી નાલ ઉઘરાવી આ પ્રવૃતિ ચલાવતો હતો એવો આક્ષેપ મુકાયો હતો. કાર્યકારી જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા શેટ્ટીના માર્ગદર્શન તળે સર્કલ ઈન્સ્પેકટર એ.એલ. મહેતા અને ફોજદાર એ.એન. પ્રજાપતિની રાહબરીમાં હેડ કોન્સટેબલ હિતેન્દ્ર ગઢવીની જાણકારીના આધારે ઝડપાયેલા આ દરોડાની કાર્યવાહી સ્ટાફના સંજય દેસાઇ, જૂનેદ શેઢીયા વગેરે જોડાયા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *