રાપરના ૩૪ હજારના શરાબ સાથે એક શખ્સ ઝડપાયો.

ગાંધીધામ, તા. ૫ : રાપરના જકાતનાકા પાસે સુવિધા ગેસ્ટ હાઉસ પાછળ રહેતા એક શખ્સની અટક કરી પોલીસે તેની પાસેથી રૂ. ૩૩,૯૦૦/-નો દારૂ જપ્ત કર્યો હતો. રાપર પોલીસે ગઇકાલે રાત્રે સુવિધા ગેસ્ટ હાઉસ પાછળ રૂ. ૩૧,૨૦૦ ના દારૂ સાથે અશ્વિન તુલસી માલી નામના શખ્સને ઝડપી લીધા બાદ હાર્દિકસિંહ જાડેજાના મકાનમાથી રૂ. ૮૧,૨૦૦ /-નો શરાબ જપ્ત કર્યો હતો. આ દરમ્યાન સુવિધા ગેસ્ટહાઉસ પાછળ જ રહેતા દિનેશ તુલસી સોલંકી નામના શખ્સ પાસેથી પણ રૂ. ૩૩,૯૦૦ /-નો શરાબ હસ્તગત કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને શરાબ આપનાર તરીકે અશ્વિન સોલંકી નું નામ સામે આવ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.