જેતપુરના ઉમરાળીમાં જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા

જેતપુરના ઉમરાળી ગામે સીમ વિસ્તારમાં જુગાર રમતા રાજકોટના ત્રણ સહિત પાંચ ઇસમોને રોકડ, મોબાઈલ અને કાર મળી 2.53 લાખના મુદામાલ સાથે રૂરલ એલસીબીએ પકડી પાડ્યા હતા. જુગારના દરોડાની વધુ વિગત મુજબ રૂરલ એલસીબી પીઆઇ એ.આર ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે.રાણા તેની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેની સાથેના હેડ કોન્સટેબલ રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કોન્સટેબલ પ્રકાશ પરમાર અને મનીષભાઈ મહેતાને મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુર તાલુકાનાં ઉમરાળી ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સતીષ ત્રિભુવનદાસ દાણીધારીયા રૈયા, રફીક અબ્દુલ માણસી,હસનઅલી મહેરઅલી સિંધવાણી, વસંત બાબુ રાંક અને ભાદા લખમણ કમાણીને રોકડ 36 હજાર, મોબાઈલ 5 અને ઇકો કાર મળી રૂ.2.53 લાખના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.