મોરબીના રેલવે સ્ટેશન નજીકથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડી પાડ્યો

મોરબીના રેલવે સ્ટેશન નજીકથી મોરબી એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. મોરબી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન નવલખી રોડ વિસ્તારમાં એક ઈસમ હથિયાર સાથે ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના ગેટ સામેથી યમુનાનગરમાં રહેતા મૂળ અમરાપર ગામના આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા નામના યુવકને ગેરકાયદે રૂ.10 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડી પાડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.