દારૂની 40 બોટલ અને બિયરનાં 23 ટીન સાથે બે સાગરીતો પકડાયા

વઢવાણ, સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ યુ.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા પો.કોન્સ પ્રવિણભાઇ અમરાભાઇ કોલા, પો.કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર તથા પો.કોન્સ કિશનભાઇ વેલાભાઇ ભરવાડ તથા પો.કોન્સ રાજેન્દ્રભાઇ રાણાભાઇ ભરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો.કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર તથા પો.કોન્સ કિશનભાઇ વેલાભાઇ ભરવાડનાઓને સંયુક્ત રીતે બાતમી મળેલ બે સાગરીતો એક્ટીવા તથા પ્લેઝરના આગળના ભાગે અંગ્રેજી શરાબ લઇને ગેઇટ સ્ટેશનનથી આગળ હનુમાનજીના મંદીર સામે ખુલ્લા મેદાનમા ઉભા છે. જેથી હકીકત વાળી જગ્યાએ દરોડો પાડતા બંને સાગરીતો પાસેથી ભારતીય બનાવટની સ્પેશિયલ વ્હીસ્કી કંપની 1000 એમ એલની અંગ્રેજી શરાબની બોટલ નંગ-10 કિંમત રૂ.5,000 તથા બગ્પિપર ગોલ્ડ રેસેર્વે વ્હીસ્કી કંપની 1000 એમ એલની અંગ્રેજી શરાબની બોટલ નંગ-12 કિંમત રૂ.6,000 તથા ઘરરશભયિ ઓફિસર ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી કંપની 1000 એમ એલની અંગ્રેજી શરાબની બોટલ નંગ-10 કિંમત રૂ.5,000 તથા સિલ્વર ફોક્સ વોડકા કંપની 1000 એમ એલની અંગ્રેજી શરાબની બોટલ નંગ-8 કિંમત રૂ.4,000 તથા બીર બૂમ સુપરઇ સ્ટ્રોગ બીયર 500 મીલીના બીયર ટીન નંગ-23 મળી આવેલ. જે એક બીયરની કિંમત રૂ.100 લેખે ટીન નંગ-23 કિંમત રૂ.2,300 એમ કુલ બોટલો નંગ-40 જેની કુલ કિંમત રૂ.20,000 તથા ટીન નંગ-23 જેની કુલ કિંમત રૂ.2,300 કુલ કિંમત રૂ.22,300 તેમજ આરોપીઓના કબ્જા હવાલા વાળુ કાળા કલરનુ એક્ટીવા જેના રજી નં.જીજે 13 એમએમ 1510 કિંમત રૂ.15,000 તથા કબ્જા હવાલાવાળુ સીલ્વર તથા પરપર કલરનુ પ્લેઝર જેના રજી નં. જીજે 13 ડીડી 4015 કિંમત રૂ.10,000 મુદ્દામાલ સાથે બે સાગરીતોને ઝડપી પાડી સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની ધોરણસરની તપાસ કરેલ છે.