બરડીપાડા ગામે જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા

વાંકલ, ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામમાં ટાંકી ફળિયા પાસે ગૌચરની ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રૂપિયા 3750 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે 6 શખ્સો ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉમરપાડા પોલીસે બાતમીને આધારે બરડીપાડા ગામે દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમી રહેલ તુલસીભાઈ મનજીભાઈ, દિનેશભાઈ મારગીયાભાઇ, હિંમતભાઈ ફતેસિંગભાઈ, ત્રણેય રહે બરડીપાડા,હીરાલાલ વેસ્તાભાઈ, ચેતનભાઇ મૂળજીભાઈ બંને રહે વડપાડા સહિત કુલ પાંચને પોલીસે પકડી લીધા હતા. જ્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો ભાગી છૂટયા હતાં. જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે પકડાયેલા આરોપીની અંગ જડતી લેતાં રૂપિયા 2420 રોકડા તેમજ દાવ ઉપર મુકેલા રૂપિયા 1320 મળી કુલ રૂપિયા 3750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.