મોરબીના લાતી પ્લોટમાં વરલીનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વરલી ફીચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરના આંકડા આધારિત જુગાર રમી રમાડતો આરીફભાઈ મુસ્તાકભાઈ બલોચને રોકડ રકમ રૂ.૩૭૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.