થરાદ પોલીસના દારૂના ગુનામાં ફરાર રાજસ્થાનનો આરોપી પકડાઈ ગયો

થરાદ, રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં રાજસ્થાનના જગદીશકુમાર હરિરામ બિશ્નોઈ(જાણી)ની સંડોવણી ખુલીહતી. આથી થરાદ પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસને હાથતાળી આપીને તે ફરતો રહેતો હતો. થરાદ પોલીસકર્મીઓની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહીબેશનના ગુનામાં સાડા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી જગદીશકુમાર હરિરામ બિશ્નોઈ(જાણી) (ઉં.વ.30,રહે.સિયાગામ(પુર),તા.સાંચોર, જી.જાલોર-રાજસ્થાન) ને બાતમીના આધારે પકડી પાડી તેના સામે કાર્યવાહી હાથ ધરી હતી.