ભરૂડિયા ગામે ઘરમાંથી 2 ઇસમોએ રોકડ રકમની તસ્કરી કરી

ભરૂડિયા ગામે ઘરમાંથી 2 ઇસમોએ રોકડ રકમની તસ્કરી કરીને નાસી છૂટ્યા હતા. પોલીસના સતાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાનાં ભરૂડિયા ગામે રાત્રિના અરસામાં તસ્કરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી મહિલા નંદુબેન વિભાભાઈ કોલી પોતાના ઘરે હતા. ટીવાયએઆરઇ બીઇ ઇસમો ઘરે આવીને રૂપિયા 15 હજારની તસ્કરી કરીને નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરાઇ છે.