ટાગોર રોડ પર બાઈક- એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતાં બેને ઇજા

ટાગોર રોડ પર એક તરફ હાલે જ્યારે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સવારના અરસામાં અકસ્માતની ઘટના બનવા પામી હતી. આદિપુરથી ગાંધીધામ તરફ આવતા રોડ ઉપર ઇફકો સામે એકટીવા સવાર મહિલા અને બાઈક વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતના પગલે એકટીવા સવાર મહિલા ઉછળીને રોડની સાઈડમાં પાટકાયા હતા. જેના પગલે તેને ઈજાઓ થઈ હતી. એકત્ર થયેલા લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે ખસેડ્યા હતા. બીજી બાજુ બાઈક ચાલકને પણ સામાન્ય ઇજા પહોચી હતી.