રાજુલામાં સ્ટ્રીટલાઇટ ઠેઠળ જુગાર રમતા 8 ઇસમોને પકડી પાડ્યા

અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી. ગોહિલનાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર,દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ કરી તેમજ સફળ દરોડો પાડી જુગાર,દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ હિંમતભાઈ લખમણભાઈ રાઠોડ તથા હેડ.કોન્સ ભરતભાઇ મુહાભાઈ વાળા તથા સંજયભાઈ દેવજીભાઈ તથા પોલીસ ટીમે રાજુલા મફતપરા રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ.10,390 ના મુદામાલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.