ટંકારા લતીપર ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂનો જથ્થો પકડાયો

ટંકારાની લતીપર ચોકડી પાસેથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડીને મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે. ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લતીપર ચોકડી પાસેથી સીએનજી રીક્ષા જીજે ૦૩ એડબલ્યુ ૦૪૬૩ ને રોકી તલાશી લેતા દેશી દારૂ ૬૦ લીટર કિંમત રૂ.૧,૨૦૦ મળી આવતા પોલીસે રીક્ષા અને દેશી દારૂ સહીત ૨૬,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી રાજુભાઈ બાબુલાલ કુન્ધીયા, સુરેશભાઈ અમુભાઈ કુન્ધીયા અને પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ કુન્ધીયા રહે ત્રણેય ટંકારા વાળાને પકડી પાડ્યા છે. તો આરોપી પ્રવીણ જયંતી લોરિયા રહે કોટડાનાયાણી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.