જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરંભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભાગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ દારૂ અને જુગારને લગતા સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્ટનાબુદ કરવા સુચના આપેલ. જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી બી.એમ. ચૌધરી સાહેબએ આપેલ માર્ગદર્શન મુજબ આજ રોજ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ધનજીભાઈ આહીર તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ સોઢાનાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરતાં નેત્રા સીમ વિસ્તારમાં આવેલ બાવળોની ઝાડીઓમાં રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા 21,240 તથા મોબાઈલ નંગ 8 કિંમત રૂ. 13,000 તથા મોટર સાયકલ નંગ 2 કિંમત રૂ. 2,000 એમ કુલ રૂપિયા 54,240 ના મુદામાલ સાથે મજકુર આરોપીઓ ઇમરાન હુશેન કુંભાર, તેરાના નવિન ભીમજી વાળંદ અને સીધીક ઓસમાણ કુંભાર અને ફકીર લધા કોળી, લાખણીયાના રઝાક ઇબ્રાહીમ ઓઢેજા, નેત્રાના રવજી બુધા ગોરડીયા, ખાનાયના દયારામ મગન મહેશ્વરી અને રવાપરના ત્રિકમ શંકરલાલ જોશીનેપકડી પાડી જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી બી.એમ. ચૌધરી માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ મુકેશકુમાર સાધુ તથા પો.હેડ. કોન્સ વિકેશભાઈ રાઠવા તથા પો.કોન્સ ધનજીભાઈ આહીર તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ.રોહિતગિરિ ગુસાઈ તથા પો.કોન્સ સંજયભાઈ ચૌધરી તથા પો.કોન્સ મયંકભાઇ જોષી તથા પો.કોન્સ મુકેશભાઇ મોદી તથા પો.કોન્સ લખાભાઇ રબારીએ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ.