પદ્ધરમાં આઠ બોટલ દારૂ સાથે એક સાગરીતને પકડી પાડ્યો  

70939685-150x150-14

ભુજ તાલુકાના પદ્ધર ગામે સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગામના મ્યાજર કાના બરાડીયાને તેના ઘરમાંથી દારૂની આઠ બોટલ સાથે પકડાયો હતો. હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ પદ્ધરના કોન્સ્ટેબલ ભાવેશ મહેશ પરમારે 60 વર્ષની વયના આરોપી મ્યાજર બરાડીયા સામે ગુનો નોંધણી કરાવાયો હતો. પોલીસે આરોપીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન આ દરોડાએ ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. મળેલો જથ્થો બતાવાયો તેના કરતા ઘણો વધુ હોવાનો ગણગણાટ પણ ગામમાંથી ઉઠયો છે. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.