જુનાગઢ જિલ્લાનાં પ્રોહી.ગુનામાં નાસતો ફરતો ઈસમ પકડાયો

જુનાગઢ બે વર્ષથી જુનાગઢ અને પોરબંદર જીલ્લામાં 8 પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ જુનાગઢ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ ગઢમાંથી ઝડપી પાડ્યો હતો. વિવિધ ગુન્હામાં નાસતો ફરતો આરોપીઓને પકડી લેવા એસપી રવિ તેજા વાસમશેટીએ તાકીદ કરતા જુનાગઢ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ભાટી પીએસઆઈ બડવા, એ.ડી. વાળાને બાતમીના આધારે નરબત ઉર્ફે નબો ઓડેદરા મેર (ઉ.32) રે.ઝાંઝરડા રોડ જુનાગઢ વાળાને મધુરમ બાયપાસ યોગી પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતો હોય જેની ખાત્રી કરી એલસીબી પોલીસે ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી નરબત ઉર્ફે નબો જુનાગઢના અને પોરબંદરના 4 મળી આઠ ગુન્હામાં બે વર્ષથી પોલીસની પકકડ બહાર હતો. ઉપરાંત ભૂતકાળમાં વર્ષ 2015થી 18 દરમ્યાન પણ ત્રણ જુનાગઢ અને 5 પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં પકડાયો હતો.