કુંવરદા પાસે બાવળની ઝાડીઓ સંતાઇ જુગાર રમતા 5 સાગરીતો પકડાયા

કોસંબા પોલીસે બાતમી આધારે માંગરોળ પોલીસે તાલુકાના કુંવરદા ગામ ખાતે ઓએનજીસીના વેલની પાસે બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ સાગરીતોને પકડી પાડી તેમની પાસેથી 14,700નો મુદ્દામાલ અને રોકડ જપ્ત કરી હતી. કોસંબા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ હેમાશું રશ્મીકાંતને બાતમી મળી હતી કે કુંવરદા ગામે ઓએનજીસી પાસે બાવળની ઝાડીમાં કેટલાક સાગરીતો બપોરના અરસામાં કેટલાક સાગરીતો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીને આધારે દરોડો  પાડતા જુગાર રમતા પાંચ સાગરીતોને પોલીસે પકડી લીધા હતાં. જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આમોદ ગામના રહેવાસી એવા જગદીશભાઈ કનુભાઈ વસાવા, મહંમદશાહ ઐયુબશા દિવાન, શાહબાદ શબ્બીર અરબ, શફરુદ્દીન શેખ તેમજ ખરચ ગામે રહેતા સોહેલ અટાજી પઠાણને પકડી લીધા હતાં. તેમની પાસેથી પોલીસે 10,200 રોકડા દાવ પર લાગેલા 2,000 તેમજ 2,500 રૂપિયાની કિંમતના મોબાઈલ મળી 14,700 નો મુદ્દામાલ જપ્ત કરીને બધા સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.