મોરબીના લાતીપ્લોટમાં એકટીવામાંથી દેશી દારૂનો જથ્થો પકડાયો, આરોપી પલાયન

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી પોલીસે એકટીવામાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને જોઇને આરોપી વાહન મૂકી નાસી ગયો હોય જેથી વધુ તપાસ ચલાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૦૩ માં પોલીસને જોઇને આરોપી એકટીવા ચાલક નાસી છૂટ્યો હતો. જે એકટીવાની તલાશી લેતા પોલીસને દેશી દારૂનો જથ્થો મળી આવતા દેશી દારૂ અને એકટીવા સહીત ૪૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને એકટીવાનો ચાલક ફરાર થયો હોય જેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.