ગંગાધરા નજીક કારમાંથી 34 હજારનો શરાબ પકડાયો

બારડોલી કડોદરા રોડ ઉપર ગંગાધરા પાટીયા નજીકથી એક કારમાંથી એકલાખ બત્રીસ હજાર ચારસોના શરાબ અને મુદ્દામાલ સાથે એક ઈસમને પલસાણા પોલીસે પકડી લીધો. પલસાણા પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી આધારે બારડોલી સુરત રોડ ઉપર ગંગાધર પાટિયા પાસેથી વિદેશી શરાબ ભરેલ કાર સાથે ચાલકને પકડી લીધા હતા. કારનો ચાલક નવાપુરથી વિદેશી શરાબનો જથ્થો ભરી લાવી સુરત જઇ રહયો હતો. પલસાણા પોલીસે ગંગાધરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની એક ડટસન રેડી ગો કાર નંબર GJ-15-CJ-9803 આવતા તેને અટકાવી હતી અને કારમાં બેસેલ ચાલક નવીન ઠાકોરભાઈ ગીનીવાળાને પકડી લીધા હતા અને પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી શરાબની જોનીવોકર રેડલેબલ સહિત કુલ 13 બોટલ કિંમત રૂ.27,400 તથા કાર અને મોબાઈલ મળી કુલ રૂ.1,32,400 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ ઇસમોની પૂછપરછ કરતાં આ વિદેશી શરાબનો જથ્થો સુરત ખાતે લઈ જવાના હતો. પોલીસે અંગે આગળની તપાસ હાથ ધરી છે.