નખત્રાણા પંથકની 28 વાડીમાંથી થયેલી કેબલ તસ્કરીમાં ત્રણ શખ્સો ઝડપાયા

નખત્રાણા શહેરના ગણેશનગરમાં રહેતા શખ્સો વાડીમાંથી કેબલ તસ્કરીનો જથ્થો ચોરી વેંચવા માટે જઇ રહ્યા છે તેવી બાતમી મળતા જ પોલીસે ગણેશનગર ત્રણ રસ્તા પાસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંનેએ વાડીમાંથી બોરના કેબલ વાયર તસ્કરીની કબુલાત કરી હતી. નખત્રાણા પંથકની અલગ અલગ 28 વાડીમાંથી કેબલ તસ્કરી નખત્રાણાના સોનીને વેંચતા હોવાની કેફીયત આપતા રિસિવર તરીકે સોની વેપારીની પણ આતપ કરવામાં આવી હતી. બાતમી આધારે પોલીસ ટુકડીએ નખત્રાણાના ગણેશ નગર ત્રણ રસ્તા પાસેથી રામજી ઉર્ફે બાયજો ખીમજી કોલી અને સંજય મીઠુ કોલીને ઝડપી પાડ્યા હતા. બંનેએ નખત્રાણા પંથકની જુદી જુદી 28 વાડીઓમાંથી કેબલ વાયર ચોર્યાની કબુલાત કરી હતી. કેબલ વાયરને તસ્કરી કરી તેને સળગાવી તાંબુ નખત્રાણાની મેઇન બજારમાં આવેલા વિપુલ મેટલ સ્ટોરના જેન્તીલાલ સોનીને વેંચતા હોવાની કેફીયત આપી હતી. પોલીસે રિસિવર તરીકે જેન્તીલાલ વાલજી બીજલાણી સોનીની પણ અટક કરી હતી. આમ, નખત્રાણા પંથકની કુલ 28 વાડીમાંથી કેબલ વાયર તસ્કરીની કબુલાત કરતા નવ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી કેબલ વાયર 50 મીટર કિંમત 1600, કેબલ વાયરને સળગાવી કાઢેલ તાંબો કિલો 24 કિંમત 16,800નો મુદ્દામાલ જપ્ત કરી આગળનીતપાસ હાથ ધરી હતી.