મોરબીના ઉંચી માંડલ પાસેથી પિસ્તોલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે તળાવીયા શનાળા જવાના રસ્તેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડી મોરબી તાલુકા પોલીસની ટીમે ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ વિરલ પટેલની સુચનાથી પીએસઆઈ વી જી જેઠવા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામ પાસે તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે પ્રાથમિક શાળા નજીક પહોચતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી આવી હતી. જેથી તે શખ્સ અજીતભાઈ શૈલેષભાઈ મકવાણા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ વી જી જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ હુંબલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા સહિતની ટીમે કરેલ છે.