મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઈકે વૃદ્ધને હડફેટે લેતા સારવારમાં મૃત્યુ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે કાંતિ જ્યોત સોસાયટીના રસ્તે બાઈકના ચાલકે ચાલીને જતા વૃદ્ધને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા ઉપેન્દ્રભાઈ મગનભાઈ સંધાણી એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે કે મોટર સાઈકલ જીજે ૩૬ જે ૫૫૦૯ ના ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને મહેન્દ્રનગર ચોકડી પાસે કાંતિ જ્યોત સોસાયટી જવાના રસ્તે ચાલીને જતા ફરિયાદી ઉપેન્દ્રભાઈના પિતા મગનભાઈ નરશીભાઈ સંધાણી (ઉ.૬૯) ને હડફેટે લઇ મોટર સાઈકલ છોડી નાશી છૂટ્યો હતો અને મગનભાઈને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.