ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક બે બાઈકો સામસામે અથડાતાં ત્રણ જણાને ઈજા

ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક બે બાઈકો સામસામે અથડાતાં ત્રણ જણાને ઈજાઓ થવા પામી હતી. ગોસણ ગામના દાદા તેમની દીકરી અને પૌત્ર રાધનપુર હોસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલા બાઈકચાલકે તેમના બાઈકને ઠોકર મારી હતી. ભાભર પોલીસ સ્ટેશને બાઈકચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. ભાભર તાલુકાના ગોસણ ગામના સબુરભાઇ મણાભાઈ પરમારના દિકરા મુકેશભાઈના પુત્ર કૌશિક ભાઈને તાવ આવતો હોઇ સબુરભાઇ એમના બાઈક નંબર જીજે 24 જે 3948 ઉપર કૌશિક અને તેમની દીકરી ગૌરીબેનને બેસાડી રાધનપુર જવા નીકળ્યા હતા. ત્યારે ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે સામેથી આવી રહેલ બાઇક ચાલકે ધડાકાભેર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં દાદા દીકરી અને પૌત્રને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમણે ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે બાઈકચાલક સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.