બગોદરામાંથી ઇકો ગાડીના સાઇલેન્સરની તસ્કરી 

બગોદરામાં શો-રૂમ આગળ રાત્રિના અરસામાં ઇકો ગાડી પાર્ક કરી હતી. રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ ઇકો ગાડીનું 25,000 રૂપીયાનું સાયલેન્સર ખોલીને તસ્કરી કરી લઈ ગયા હતા. જેથી ગાડી માલીકે બગોદરા પોલીસમાં તસ્કરીની ફરીયાદ લખાવતા બગોદરા પોલીસે તસ્કરીનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બાવળા તાલુકાનાં બગોદરામાં રહેતાં રાજેશકુમાર ભાઇલાલભાઇ મકવાણા (ઉ.વ .37) ધંધો. ખેતી કરીને અને બાઇકનો શો રૂમ ચલાવીને કુંટુંબનું ગુજરાન ચલાવે છે. રાત્રિના અરસામાં તેમની ઇકો સ્ટાર ગાડી નંબર GJ – 38 – BC 6625 અમદાવાદ રાજકોટ હાઇ-વે ઉપરનાં જુનાં સરકારી દવાખાના પાસે આવેલાં તેમનાં શો રૂમ આગળ પાર્ક કરી દરવાજાને લોક મારીને ઘરે જઈને સુઈ ગયા હતાં. સવારના અરસામાં નિત્યક્રમ પુરો કરી સવારનાં અરસામાં ઘરેથી મારા શો રૂમે આવીને ઇકો ગાડી જે જગ્યાએ પડી હોય ત્યાં આવીને બહારગામ જવાનું હોવાથી ગાડી ચાલુ કરતાં ઇકોનાં નીચેના ભાગે અલગ અવાજ આવતાં ઇકો ગાડીમાંથી નીચે ઉતરી નીચેનાં ભાગે જોઈ તપાસ કરતાં ગાડીનું સાયલેન્સર જોવામાં આવ્યું નહીં. અને કોઈ માણસ સાયલેન્સર ખોલી તસ્કરી કરી લઈ ગયાનું માલુમ પડતાં તેમણે બગોદરા પોલીસમાં 25,000 રૂપીયાનાં સાયલેન્સરની તસ્કરીની ફરીયાદ લખાવતા બગોદરા પોલીસે તસ્કરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.