કાલાવડના ખડ ધોરાજી ગામે વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમો પકડાયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને વિદેશી દારૂના 54 બોટલના જથ્થા સાથે ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય ઇસમોની અટક કરી આ પ્રકરણના મૂળ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે. જામનગરમાં જીલ્લાના કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામે રહેતા દિપક ઉર્ફે ડગો અમુભાઇ મકવાણા નામનો ઈસમ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી.