જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા ચોક જાહેરમા જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા ચોક જાહેરમા જુગાર રમી રહેલ આબીદભાઇ યુનુસભાઇ બ્લોચ રહે. ખીરા ગેરેજ પાછળ ભકટાણી જમાતખાના પાસે જામનગર, કાસમભાઇ મોહમદભાઇ આલોઠ રહે.કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટી જામનગર, સરફરાજ ફીરોજભાઇ કાસ રહે. હાપા રોડ તારમામદ સોસાયટી ઝુલેખા મસ્જીદ પાસે જામનગર, કાસમભાઇ અલીભાઇ બાંજા રહે. સૈયદફળી અકબરશા મસ્જીદ જામનગર વાળા સાગરીતો આબાદ ઝડપાઇ ગયા હતા. આ તમામ સાગરીતો જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી રોકડ રૂ.10,800 ની સાથે ઝડપાયા હતા. પોલીસે તમામની સામે જુગારધારાઓ મુજબ તજવીજ કરી હતી.