સંખારી રોડ પર કારમાંથી દારૂ સાથે એક પકડાયો, એક પલાયન

પાટણ તાલુકાના સંખારીથી રણુજ ગામ જવાના રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે મોડી રાત્રિના અરસામાં પાટણ એલસીબી પોલીસે નાકાબંધી ગોઠવી કારને રોકીને તેની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 664 કિંમત રૂ.84,408 નો જથ્થો મળી આ‌વ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર નંબર જીજે 23 એએફ 5617 કિંમત રૂ.4 લાખ તેમજ એક મોબાઇલ કિંમત રૂ.5,000 સાથે ઠાકોર વિજય ચંદુભાઈ રહે. મીઠા તા. ભાભર હાલ રહે. અમદાવાદની અટક કરી હતી. જેની વધુ પૂછપરછ કરતા ઠાકોર રાજુજી ઉદાજી રહે. ઉણ તા. કાંકરેજ હાલ. અમદાવાદ નાસી ગયો હતો. જેથી આ બન્ને ઇસમો સામે પાટણ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ પીએસઆઇ વી.આર ચૌધરી ચલાવી રહ્યા છે.