કચ્છ યુનિવર્સિટી ની સેનેટની ચૂંટણી વિશે VC નવી વાત સુ કરે છે?
કચ્છ યુનિવર્સીટી માં સેનેટની ચૂંટણી હવે વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય બની ચુકી છે. ૨૨મી જુલાઈએ યોજનારી ચૂંટણી પહેલા થયેલા શાહીકાંડ અને ધમાલ બાદ કોંગ્રેસ અને ABVP દ્વારા થયેલા નિવેદનોએ કચ્છ સહિત ગુજરાત ના રાજકીય માહોલને ગરમ બનાવી દીધો છે. એક બાજુ EC ની બેઠકોનો દોર ચાલુ છે બીજી બાજુ સેનેટની ચૂંટણી હવે થશે કે નહીં તેની ચર્ચા છે. જોકે, ૪ જુલાઈ બુધવારે યોજાયેલી EC ની બેઠક બાદ કોંગ્રેસી આગેવાન અને પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા, દિપક ડાંગર અને યુવા અગ્રણી યશપાલસિંહ જેઠવાએ એક સંયુક્ત નિવેદનમાં એવો આક્ષેપ કર્યો હતો કે EC ની બેઠકમાં સેનેટની ચૂંટણી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ખરેખર તો યુનિવર્સિટી લો અન્વયે EC ને સેનેટની ચૂંટણી રદ કરવાનો અધિકાર જ નથી. તો હવે શું થશે?કોંગ્રેસ નેતાઓના આક્ષેપ પ્રમાણે ચૂંટણી રદ નહીં થાય?
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.