ભચાઉમાં તસ્કરી થયેલી બાઇક મોરબીથી મળી આવી

ભચાઉ શહેરમાં તસ્કરી થયેલી બાઇક મોરબીથી મળી આવી. શખ્સની અટક કરાઇ. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે તપાસમાં હોય તે દરમિયાન મોરબી સ્ટેશન રોડ પર હીરો સ્પ્લેન્ડર જીજે 14 એસ 3590 વાળું શંકાસ્પદ લાગતા તેને રોકી તલાશી લેતા મોટર સાયકલ ચાલક અબ્બાસભાઈની અટક કરી હતી. શખ્સ પાસેથી તપાસ કરતાં જાણવા મળ્યું કે બાઇક સંજયભાઈ ગિરધરભાઈ લાડવા રહે. માંડવી ચોક ભચાઉ વાળનું આશરે છ માસ પહેલા તસ્કરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.