વિરમગામના ભીમજી ઝાલાના ખાંચામાંથી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પડાયા
વિરમગામ ઇ.પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.ગામેતી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા શખ્સો ઉપર વોચ રાખવા સુચના કરી હતી. જે આધારે આ.પો.કો રાજેશકુમાર માધવજીભાઇને માહિતી મળી કે, વિરમગામ ભીમજી ઝાલાના ખાંચામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાંક શખ્સો તીનપત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાડે છે. જે હકીકતની જાણ થતા દરોડો પાડવાનું આયોજન કરી ઇ.પો.ઇન્સ. એસ.એસ.ગામેતી તથા અ.હે.કોન્સ શ્રવણસિંહ ખેતસિંહ તથા આ.પો.કો રાજેશકુમાર સાથે રેઇડીંગ પાર્ટીએ હકીકત વાળી જગ્યાએ પંચો સાથે દરોડો પાડતા યશ રાજેશભાઇ પાટડીયા, પવનભાઇ વિહાજીભઇ ઠાકોર, જૈમિનભાઇ દિનેશભાઇ પ્રજાપતિ, સાગર તેજપલસિંહ ઠાકોર, અનિલકુમાર ત્રિલોકચંદ દેસાઇ, જીજ્ઞેશકુમાર જીવાભાઇ કુરેશી, મિન્ટુભાઇ કાળીદાસ દલવાડીને કુલ રૂ.11,900ના મુદ્દામાલ સાથે શખ્સોઓને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.