મોરબીના લુંટાવદર ગામે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેણાંક મકાનની સામે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે ઇસમોને પકડી પાડવા મોરબી તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોરબીના લુંટાવદર ગામે શખ્સ દિનેશભાઈ રામજીભાઈ કોળીના રહેણાંક મકાનની સામે ખરાબાની જગ્યામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૧ કિંમત રૂ.૨૬,૬૨૫ નો મુદામાલ પકડી પાડી આરોપી દિનેશભાઈ રામજીભાઈ કોળી અને આરોપી નવઘણભાઈ રણછોડભાઈ રબારી ને પકડી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.